Ahmedabad : લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર મોહંમદ ઇસુફ સામે ફરિયાદ

📅 Published: August 15, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત યુવતીએ ફતેવાડી કેનાલ વિસ્તારમાં રહેતા મોહંમદ ઇસુફ જુલહે નામના યુવક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મસાલાના એક ગોડાઉનમાં બંનેની ઓળખાણ થઈ 

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે 2 વર્ષ પહેલા રાજ કાટા પાસે પીપળજ રોડ પર આવેલા મસાલાના એક ગોડાઉનમાં બંનેની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત શરુ થઈ હતી. આરોપી મોહંમદ ઇસુફે પોતે અપરિણિત છે અને યુવતી સાથે જ લગ્ન કરશે તેવી ખાતરી આપીને તેને વિશ્વાસમાં લીધી હતી. લગ્નની લાલચ આપી આરોપીએ રાજ કાટા પાસેના ગોડાઉનમાં આશરે 3 મહિના સુધી સાથે રહીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

એક મકાનમાં આશરે 3 મહિના સાથે રહ્યા 

ત્યારબાદ બંને કમોડ ચાર રસ્તા પાસેના એક મકાનમાં પણ આશરે 3 મહિના સાથે રહ્યા હતા. જોકે મકાન માલિકને બંને સાથે રહેતા હોવાની જાણ થતાં તેમણે મકાન ખાલી કરાવ્યું હતું. બાદમાં બંને વટવા ચાર માળિયા ખાતે ભાડે રહેવા ગયા હતા અને ત્યાં પણ આરોપીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું.

આરોપી મોહંમદ ઇસુફે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો

ફેબ્રુઆરી-2026 માં યુવતીએ લગ્ન કરવા બાબતે વાત કરતાં આરોપી મોહંમદ ઇસુફે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને બોલાચાલી બાદ ઘર છોડીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ પોતાની બહેનોને જાણ કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. નારોલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી મોહંમદ ઇસુફ જુલહે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો  :    Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *