Ahmedabad : લોકાર્પણ પહેલાં જ મોહન સિનેમા સર્કલના પથ્થરો તૂટી ગયા

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

અસારવા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે સર્કલોના નવીનીકરણના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકાર્પણ થાય તે પહેલાં જ મોહન સિનેમા સર્કલના પથ્થરો તૂટી જતાં કામગીરીની ગુણવત્તા સામે લોકરોષ ફાટી નીકળ્યો છે, જ્યારે અન્ય સર્કલોનું કામ હજુ સુધી શરૂ જ ન થતાં સમગ્ર અસારવા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યા મુજબ, તારીખ 18-12-24ના રોજ શહેરી વિકાસ મંત્રીના હસ્તે અસારવા વિસ્તારના મોહન સિનેમા સર્કલ, પ્રભુનગર સર્કલ અને અસારવા ચકલા સ્થિત વંદે માતરમ સર્કલના નવીનીકરણ માટે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો માટે તે સમયના સ્થાનિક કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટ ફાળવી હતી. અસારવા યુથ સર્કલ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે સત્વરે તપાસ કરવામાં આવે અને બાકી રહેલા સર્કલોનું કામ ઝડપથી અને ગુણવત્તાસભર પૂરું કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *