Ahmedabad: વટવામાં સગીરાની છેડતી કરનાર આરોપીની ધરપકડ, રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી છેડતીની ઘટના સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે.ગત 20 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6:00 વાગ્યાના સુમારે ભોગ બનનાર સગીરા હાથીજણ વિસ્તારમાંથી પોતાના જ્યુપિટર સ્કૂટર પર ઘર તરફ પરત ફરી રહી હતી.

વટવામાં સગીરાની છેડતી કરી 

એ જ સમયે જાહેર રોડ પર આરોપીએ સગીરાનો પીછો કરી તેની છેડતી કરી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે પહોંચી પરિવારજનોને આપવીતી જણાવી હતી. પરિવારજનોએ સહેજ પણ વિલંબ કર્યા વિના વટવા પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સગીરાની છેડતી જેવા અતિ સંવેદનશીલ ગુનાની ગંભીરતા સમજી વટવા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી લીધો

પોલીસે બનાવ વાળા રોડ પરના CCTV ફૂટેજ તપાસ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ છેડતી કરનાર આરોપી માનાભાઈ ભીખાભાઈ દેવીપૂજકની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી હતી. ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે અને કાયદાનું ભાન થાય તે હેતુથી વટવા પોલીસે આરોપી માનાભાઈને સાથે રાખી ઘટનાસ્થળે લઈ જઈ આખા બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું..

આ પણ વાંચો: Gandhinagar: HTAT પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ, ફી ભરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *