શહેરના વટવાથી પીરાણા તરફ્ જતા રિંગ રોડ પર આજે વિરાટ ટ્રાફ્કિજામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પીરાણા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી અને ડાયવર્ઝન આપેલા સર્વિસ રોડની દુર્દશાને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની કામગીરી લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. મુખ્ય રોડ બંધ કરીને વાહનોને સર્વિસ રોડ પર વાળવામાં આવ્યા છે, પરંતુ સર્વિસ રોડનું યોગ્ય સમારકામ ન થતાં અને રસ્તો સાંકડો હોવાથી દરરોજ ટ્રાફ્કિની આફ્ત ઊભી થાય છે. આજે પરિસ્થિતિ વધુ વણસતાં વટવાથી પીરાણા સુધી આશરે 2 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો. પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ જામમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરી સામે વાહનચાલકોમાં ભારે રોષજોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા માગ કરી છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફ્કિ સુચારુ બનાવવા માટે તાત્કાલિક યોગ્ય પોઇન્ટ્સ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવે. પૂર્વ અમદાવાદના વટવાથી પીરાણા સુધીના રિંગ રોડ પર રોજની ટ્રાફિક જાણે કે સામાન્ય બની ગઈ છે. એટલુ જ નહીં પૂર્વના આખા રિંગરોડ પર ક્યાંક ગટરનું કામ ચાલે છે તો ક્યાંક રોડ પર પેચવર્કનું તો ક્યાંક બ્રીજના કામને લઈને આખો 15 થી 20 કીમી જેટલા રોડ પર ટ્રાફિક નિયમિત રહે છે. નરોડામાં પણ વર્ષોથી બ્રીજનું કામ ચાલી રહ્યું છે અને ક્યારે પુર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે. મેનેજમેન્ટના અભાવે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો ખડકાઈ હતી, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્રની ધીમી કામગીરી, નબળા ડ્રેનેજ આયોજન અને ટ્રાફ્કિ સંચાલનના અભાવ સામે રોષે ભરાયેલા વાહનચાલકોએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ
📅 Published: September 16, 2026 |
📂 Category: Ahmedabad
