Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.

કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધ

મળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.

6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે

આ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલ

સળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *