Ahmedabad: વિરમગામમાં ચાર સોસાયટીઓના રહીશોને આવવા જવા માટે આખરે વૈકલ્પિક રસ્તો કરાયો

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

વિરમગામ : વિરમગામ શહેરમાં છેલ્લા છ મહિનાથી સર્વે નં 498 પૈકી એક,બે જમીન માલિકો તેમજ અવની પાર્ક,સોમેશ્વર સોસાયટી,સંજીવની રેસીડેન્સી અને મંગલમ્ સોસાયટીમાં આવવા જવા માટેના માર્ગને લઈ સર્જાયેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટના હુકમથી ગુરુવારે વિરમગામ મામલતદાર દ્વારા રસ્તાઓના દરવાજા પર તાળા બંધી કરી હતી.જેથી આ વિસ્તારમાં રહેતા પાંચસો જેટલા પરિવારના રહીશો માર્ગ બંધ થવા કારણે દ્વિધામાં મૂકાઇ ગયા હતા.તંત્ર દ્વારા ટીપીની અમલવારી કરાઈ નથી.ટીપી ની અમલવારી કરવામાં આવે તો મંગલમ્ સોસાયટી પાસેથી રસ્તો પસાર થતો હોવાનુ જાણવા મળ્યુ છે.મંગલમ્ સોસાયટીમાં જવા આવવા બીજો કાચો રસ્તો છે.જેથી મંગલમ્ સોસાયટીના આગેવાનો અવની, સોમેશ્વર, સંજીવની સોસાયટીના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી અને હાલ વૈકલ્પિક રસ્તાની આગળની ત્રણ સોસાયટીના રહીશોને આવવા જવામાટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *