Ahmedabad : વિરમગામ ટાઉન હોલમાં રક્તદાન શિબિર યોજાઈ

📅 Published: October 22, 2026 | 📂 Category: Ahmedabad

વિરમગામ શહેરમાં ગુરુવારે દેશના ગૃહમંત્રી અમીત શાહ તથા વિરમગામના સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એ વન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું શહેરના ટાઉન હોલ માં આયોજન કરાયું હતુ.આ સેવાકીય આયોજન કાજે શહેર અને પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. બહેનો પણ સારી એવી સંખ્યામાં રક્તદાન કર્યું હતુ. બપોરના બે કલાક સુધી પાંચસો યુનિટ રક્તદાન એકત્ર થયુ હતુ. બીજા રક્તદાતાઓ જોડાઈ રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ દાવડા, મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, જિલ્લા સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, પ્રવિણસિંહ ગોહિલ, પુર્વ કારોબારી સમિતિ ચેરમેન પ્રમોદ પટેલ, વરુણ પટેલ, રણજીતસિંહ ડોડીયા સહિત જિલ્લા,તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ માંડલ, રામપુરા – દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાંથી હોદેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *