Ahmedabad: વિસરવાડી-ખાંડબારા રોડને કોન્ટ્રાક્ટરે ચોમાસામાં ખોદીને બદતર બનાવી દીધો

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

નવાપુર : મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી-ખાંડબારા માર્ગ પર ચોમાસાની સિઝન દરમિયાન જ પુલ નિર્માણ માટે ડામરનો રસ્તો ખોદી નાખવામાં આવતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્રી-કાસ્ટ બ્લોક બેસાડવાના નામે રસ્તો તોડી પડાયો હોવાથી નાના-મોટા વાહનો માટે અહીથી પસાર થવું જોખમી બન્યું છે. વિસરવાડી-ખાંડબારા માર્ગ પર ખોદકામને કારણે માર્ગ પર માટી અને કાદવનું સામ્રાજ્ય સ્થાયું છે. જેના કારણે ભારે લોડિંગ વાહનો રસ્તામાં ફસાઈ રહ્યા છે.જ્ યારે કાર જેવા નાના વાહનોના એન્જિંનના ચેમ્બર નીચે અથડાવાથી વાહન માલિકોને મોટું આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ નંદુરબાર જિલ્લાના પાલક મંત્રી હસન મુશ્રીફ સુરતથી નંદુરબાર આવી રહ્યા હતા. ત્યારે તેમને સુરત-નાગપુર હાઈવે નં.53ની બિસ્માર હાલતનો રૂબર અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે,વિસરવાડી-ખાંડબારા રોડ તો હાઈવે કરતા પણ વધુ ખરાબ છે. કમનસીબીએ છે કે, વહીવટી તંત્રના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે ચોમાસામાં જ ખોદકામ કરીને રસ્તાની હાલત વધુ ખરાબ કરી દીધી છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોનો અક્ષેપ છે.કે જો પુલ માટે બ્લોક બેસાડવાના જ હતા.તો આ કામ ચોમાસા પછી પણ થઈ શકતું હતું પરંતુ કોન્ટ્રાક્ટરે મનમાની કરીને રસ્તો ખોદી નાંખ્યો છે.જેને ન તો ધારાસભ્યએ રોક્યો કે ન તો વહીવટી તંત્રએ. આ માર્ગ પરથી પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે.કે રસ્તા પર તાત્કાલિક મેટલ ગિટ્ટી નાખીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *