Ahmedabad: વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે શહેરભરમાં ધોધમાર વરસાદ, દિવસ દરમિયાન છવાયો ગાઢ અંધારપટ

📅 Published: September 13, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની પધરામણી કરી છે. કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અચાનક દિવસ દરમિયાન જ શહેરમાં ગાઢ અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ વીજળીના ભયાનક કડાકા-ભડાકા અને જોરદાર પવનના સપાટા સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો.

અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા પર તોફાની પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અંધારું છવાઈ જતાં અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતાં વાહનચાલકોને હેડલાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.બીજી તરફ, પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે. હાટકેશ્વર, સીટીએમ, રખિયાલ અને સોનીની ચાલી વિસ્તારમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.
varsad

વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ

વીજળીના ગડગડાટ સાથે શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, અચાનક શરૂ થયેલા તોફાની વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી જતાં વાહનચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
WhatsApp Image 2026-09-13 at 4.42.15 PM
આ પણ વાંચો: Ahmedabad: માલિકે ઓફિસની ચાવી સોંપી અને કર્મચારીએ કર્યો હાથફેરો, બે સગા ભાઈઓ 45 લાખ રોકડા ચોરીને ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *