Ahmedabad: વૃદ્ધ-અશક્ત ગાયોની સંભાળ એ સાચી માનવતાની સેવા છે :CM ભૂપેન્દ્ર પટેલ

📅 Published: November 27, 2026 | 📂 Category: Ahmedabad

ગૌશાળાઓ અને પાંજરાપોળોના સ્વાવલંબન માટે રાજ્ય સરકાર સતત પ્રત્યનશીલ છે, રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળો ગૌ માતાની સેવા, સંભાળ અને રક્ષણનું કાર્ય કરી રહી છે. આવી સેવાભાવી સંસ્થાઓને યોગ્ય સહયોગ મળે અને ગૌ માતાને પોષણ મળી રહે તે આપણી સહિયારી જવાબદારી છે. આ હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અમલમાં મૂકી છે. ગૌશાળાઓ માત્ર સહાય પર નિર્ભર નરહે, પરંતુ વ્યવસ્થિત માળખું, પૂરતા સંસાધનો અને સ્વાવલંબન સાથે ગૌ સેવા આગળ વધે તે દિશામાં સરકારના સતત પ્રયાસો છે. વૃદ્ધ-અશક્ત ગાયોની સંભાળ એ સાચી માનવતાની સેવા છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે યોજાયેલા ગૌ સન્માન આહવાન અભિયાનના રાજ્ય સ્તરીય તૃતીય ચરણ સમારોહમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાયના દૂધથી પરિવારનું તથા ગોબરથી જમીનનું પોષણ થાય છે, ગૌ સન્માન અભિયાનના અવસરે તેમણે સનાતન સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતી અંગે વાત કરતાં જણાવ્યું કે દૂધ ઉત્પાદન અને આવકના સાધન સાથે ગૌધન એ ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધાર છે. ગોબર અને ગૌમૂત્રનો પરંપરાગત ઉપયોગ ખાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જમીનની ફ્ળદ્રુપતા અને સ્વાસ્થ્ય જાળવવામાં અત્યંત ઉપયોગી છે. આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ્ વળી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *