અમદાવાદ : મહાત્મા ગાંધીજીના સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાના વિચારોને આજની યુવા પેઢી સુધી પહોંચાડવાના એક ભગીરથ હેતુથી ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા ‘રેંટીયા બારસ’ (ભાદરવા વદ બારસ)ના પાવન પ્રસંગે એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાનમાં ગાંધીજીના વારસાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો.આ નિદર્શન કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના ૨૦૦ જેટલા સમર્પિત સેવકો તેમજ ૧,૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓની અલગ-અલગ ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી. આ ટુકડીઓએ અમદાવાદ શહેરના તમામ ૪૮ વોર્ડમાં ફરીને ૩૩૦થી વધુ પ્રાથમિક શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ૧,૩૫,૦૦૦થી વધુ શાળાઓના બાળકો સમક્ષ રેંટીયા કાંતણનું જીવંત (લાઈવ) નિદર્શન કરવામાં આવ્યું હતું.
Ahmedabad: શહેરના ૧.૩૫ લાખ વિદ્યાર્થીઓ સમક્ષ રેંટીયા કાંતણનું લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાયું
📅 Published: October 8, 2026 |
📂 Category: Ahmedabad
