Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર

📅 Published: September 16, 2026 | 📂 Category: Crime

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર પુરઝડપે બાઈક ચલાવી નવપરિણીત મહિલા નિશીનું કરૂણ મોત નીપજાવનાર આરોપી બાઈક ચાલક સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અકસ્માતના ચાર દિવસ બાદ આરોપી સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી દબોચી લીધો છે.

પતિની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પોલીસ એક્શનમાં

આ દર્દનાક દુર્ઘટનામાં પત્ની નિશીને ગુમાવનાર પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. આરોપી પકડાતો ન હોવાથી ન્યાયની ગુહાર લગાવતી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તંત્ર પર વહેલી તકે આરોપીને ઝડપી પાડવાનું દબાણ વધ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ પરમાર અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને અકસ્માતના દિવસે પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈને બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યો હતો.

ઓવરસ્પીડિંગે લીધો નવવધૂનો જીવ

શીલજ કેનાલ રોડ પર પોતાના મિત્ર સાથે મળીને બેફામ અને પુરઝડપે બાઈક ચલાવીને સુનિલ પરમારે નવપરિણીત નિશીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં નિશીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ બનતાં જ આરોપી અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ બોપલ પોલીસે આરોપી સુનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *