Ahmedabad : સરકાર-સંઘ વચ્ચે સંકલનનું મંથન, આજથી RSSની 2 દિવસીય સમન્વય બેઠક

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની મહત્વપૂર્ણ 2 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. મણિનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠકમાં RSS, તેની વિવિધ ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર અને ભાજપના મુખ્ય આગેવાનો એકસાથે જોડાશે. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ બેઠકને સંગઠનાત્મક અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો હાજર

બેઠકમાં RSSના સહ સરકાર્યવાહ અરુણ કુમાર ઉપસ્થિત છે. તેમની હાજરીમાં સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવામાં આવશે. 

6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે

આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે, જેના કારણે સરકાર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો અને મુદ્દાઓ પર સીધી ચર્ચા થવાની શક્યતા છે.

વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા 

આ બેઠકમાં સરકાર, સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ભગિની સંસ્થાઓને સરકાર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવાની પણ તક મળશે. સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે સીધા સંવાદ દ્વારા વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે.

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર 

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર છે.. RSS અને તેની વિવિધ સંસ્થાઓના અગ્રણી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના નેતાઓ એક મંચ પર આવતા આગામી સમયની સંગઠનાત્મક અને સંકલનાત્મક દિશા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.

આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે.

2 દિવસ સુધી ચાલનારી આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે. તેથી સંઘ અને ભગિની સંસ્થાઓ માટે વર્ષ દરમિયાન સામે આવેલા મુદ્દાઓની સમીક્ષા, સરકાર સાથેના સંકલન અને આગામી આયોજન માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદના મણિનગર હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠક પર રાજકીય અને સંગઠનાત્મક વર્તુળોની નજર રહેશે. 

આ પણ વાંચો    :   Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *