Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર

📅 Published: August 19, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સરખેજ-સાણંદ હાઇવે પર આવેલી સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. એસ્ટેટમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં રબર અને ટાયરનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

ટાયરના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

આગના કારણે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ સૌપ્રથમ 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પરંતુ આગની ગંભીરતા અને ટાયરના લીધે વધી રહેલા જ્વાળામુખી જેવા બળતરાને જોતાં વધુ 2 ગાડીઓ સહિત કુલ 8 ફાયર ફાઇટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે 

આગ આસપાસની ઓફિસો અને દુકાનોમાં ન ફેલાય તે માટે સાવચેતીના પગલે ઈન્ડિયા એસ્ટેટની તમામ ઓફિસો અને દુકાનો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.ફાયર ફાઇટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવીને આગને અન્ય ગોડાઉનોમાં પ્રસરતી અટકાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:  Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *