Ahmedabad: સાબરમતીના દધીચી બ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટે લાઇનનું કામ શરૂ

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક દધીચી ઋષિ બ્રિજની નીચેથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં ક્ષતિ સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી સિઝન હોવાથી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે આ કામગીરીને અગ્રતા આપવામાં આવી છે. મહત્વનું છે કે દધીચી બ્રિજની નીચેની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં લીકેજ અથવા અન્ય ખામીને કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હોવાનું જણાતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી માટે બ્રિજ નીચે આધુનિક મશીનરી અને કુશળ ટેકનિશિયનોની ટીમ કામે લાગી છે. આ સમારકામ કામગીરીને કારણે બ્રિજ નીચેથી પસાર થતા વાહનવ્યવહાર પર તેની અસર પડી છે.ખાસ કરીને ઓફ્સિ સમય દરમિયાન વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં, મોટાભાગના નાગરિકો આ કામગીરીને ભવિષ્યની મોટી સમસ્યા ટાળવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે. તંત્રના અધિકારીઓનું માનવું છે કે આ પાઇપલાઇન વરસાદી પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈપણ પ્રકારના ભરાવા કે ગંદકીને રોકવા માટે તેનું સમયસર સમારકામ અનિવાર્ય હતું. અમે શક્ય તેટલી ઝડપે કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તંત્ર દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સમારકામની કામગીરી અંદાજિત 5 દિવસમાં પૂર્ણ થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *