Ahmedabad સાયબર ક્રાઈમનો ડાર્કવેબ ડ્રગ્સ નેટવર્ક પર સપાટો, 24 વેબસાઈટ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટનો પર્દાફાશ

📅 Published: November 19, 2026 | 📂 Category: Crime

ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ઓનલાઈન નશાના કારોબાર સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ચાલતા ડ્રગ્સ નેટવર્ક (Drugs Network) પર કડક પ્રહાર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ડ્રગ્સનું ગેરકાયદેસર વેચાણ કરતા 5 જેટલા ટેલિગ્રામ એકાઉન્ટ (Telegram Accounts) અને 24 વેબસાઈટ મળી આવતા સાયબર ક્રાઈમે આ તમામ ટેલિગ્રામ અને વેબસાઈટ સંચાલકો સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાર્કવેબ દ્વારા ચાલતું હતું નશાનું હાઈટેક નેટવર્ક

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક 24 જેટલી અલગ-અલગ વેબસાઈટ દ્વારા ડાર્કવેબ (Dark Web) પર ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસની નજરથી બચવા માટે આરોપીઓ ડાર્કવેબ અને એન્ક્રિપ્ટેડ ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ કરીને ગ્રાહકો સુધી નશાકારક પદાર્થો પહોંચાડતા હતા. ડાર્કવેબથી ચાલતા આ હાઈટેક નેટવર્ક સામે અમદાવાદ સાયબર ક્રાઈમે લાલ આંખ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનાથી ઓનલાઈન ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સાયબર ક્રાઈમે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે આ 5 ટેલિગ્રામ એકાઉન્ટ અને 24 વેબસાઈટના મૂળ સંચાલકો, તેમના આઈપી એડ્રેસ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ નેટવર્ક પાછળ કઈ ગેંગ સક્રિય છે અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની કડીઓ મેળવવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા અને ધરપકડ થવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Suratમાં બેફામ ડમ્પરે લીધો વિદ્યાર્થીનો જીવ, સાયકલ સવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *