Ahmedabad: હિટ એન્ડ રનઃ રબારી કોલોની ચાર રસ્તા પાસે કારે મોપેડ ચાલકને કચડતા મોત

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

શહેરમાં રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે મોપેડ ચાલકને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં 50 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોમાં બેફામ ડ્રાઈવિંગ સામે ભારે રોષ જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફ્કિના નિયમોના ધજાગરા ઉડતી ઘટના યથાવત રહેવા પામી છે. રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે રવિવારે સવારે 7:30 વાગ્યે પૂરપાટ ઝડપે દોડી રહેલી કારે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતાઅને કપડાના વેપારી મોપેડ ચાલક આનંદ સકસેનાને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 50 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેઓ રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસેથી મોપેડ પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ ચાલક હવામાં ફ્ંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન તથા કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આરોપી કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે. આ અંગેIડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર રામોલ વિસ્તારમાં રહેતા બીનાબેન ગાંધીના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *