15 ઓગસ્ટ 1947ની રાતે અમદાવાદ સુતું નહોતું. દીવાલબંધ શહેરની પોળોથી લઈને નરોડાની મિલો સુધી માત્ર એક જ અવાજ હતો – ભારત આઝાદ થયું. રાત 10 વાગ્યાથી જ ખાડિયા, માંડવી, રિલીફ્ રોડના લોકો પરિવાર સાથે ભદ્રના કિલ્લા પર 50 હજારથી વધુ લોકો ઉમટી પડયા હતા. કિલ્લાની સામે બાપુનો 20 ફૂટનું કટ-આઉટ અને વચ્ચે 30 ફૂટનો ત્રિરંગો લહેરાતો હતો. બરાબર 12 વાગ્યે આતશબાજી થઈ. આઝાદ હિંદ જિંદાબાદ, વંદે માતરમ્ ના નારાઓથી આકાશ ગુંજી ઉઠયું. લોકો એકબીજાને ભેટીને રડયા, મીઠાઈ ખવડાવી. સવારે 4:30: દરેક પોળમાંથી પ્રભાત ફેરી નીકળી. મહિલાઓ થાળી વગાડતી, બાળકો હાથમાં કાગળના તિરંગા લઈને જન ગણ મન ગાતા હતા. ઘરે ઘરે રંગોળી, તોરણ અને દીવા પ્રગટાવાયા હતા. મજૂર અને માલિક એકસાથે સરખેજ, નરોડા, જ્યુપીટર મિલના દરવાજે ધ્વજવંદન કર્યું હતું. ગાંધીજી કોલકાતામાં હોવા છતાં સાબરમતી આશ્રમમાં મૌન પ્રાર્થના થઈ. યુવાનો સાબરમતી બ્રિજ પર ભેગા થઈને ભજન ગાતા હતા. નદીમાં દીવા તરતા મુકાયા. સરકારી સમારોહ સવારે 8 વાગ્યે જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરાયું હતું. લાલ દરવાજે હલવાઈઓએ મફ્ત પેંડા વહેચ્યા હતા.*હજારો વર્ષના મહારાજા, બાદશાહ અને અંગ્રેજોના શાસન પછી આજે સ્વરાજ આવ્યું હોવાથી અમદાવાદીઓમાં અનેરો ઉત્સાજ હતો.
Ahmedabad: 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભદ્રના કિલ્લે 50 હજારથી વધુ લોકો ઉમટયા હતા
📅 Published: August 14, 2026 |
📂 Category: Ahmedabad
