અમદાવાદ
ખોડલધામ સમિતિ અમદાવાદ ના નેજા હેઠળ ગત તારીખ 26 ઓગસ્ટના રોજ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ નિકોલ ખાતે એક વિશાળ સંયુક્ત સંકલન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આગામી શ્રી ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ અગત્યની બેઠકમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર સમિતિના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ એકમંચ પર આવીને સંગઠનાત્મક ચર્ચાઓ કરી હતી. જાન્યુઆરી 2027માં યોજાશે ‘દશાબ્દી મહોત્સવ’ બેઠકનો મુખ્ય એજન્ડા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર આયોજનોનો હતો. જાન્યુઆરી 2027માં યોજાનારા આ ઐતિહાસિક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવના વિવિધ કાર્યક્રમોની સત્તાવાર રૂપરેખા સભામાં જાહેર કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ સમિતિઓએ આ મહોત્સવને અભ્દુત અને અભૂતપૂર્વ બનાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
