Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત

📅 Published: August 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 મારફતે 16 ઓગસ્ટે અમદાવાદ પહોંચેલા બે મુસાફરોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ ટીમે એક મહિલા અને એક પુરુષ મુસાફરની સઘન તપાસ હાથ ધરી હતી.

મહિલા મુસાફરના પર્સ અને કપડાંમાંથી સોનું મળ્યું

તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 24 કેરેટ અને 18 કેરેટનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.28,87,473 અંકાયી છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે સોનાના દાગીના પર્સમાં તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનામાં બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે. જેમાં 24 કેરેટનું 70.18 ગ્રામ અને 18 કેરેટનું 149.25 ગ્રામ સોનું હતું.

Ahmedabad Airport Customs Seizes Gold Worth Rs 28.87 Lakh From Sharjah Passengers

પુરુષ મુસાફર પાસેથી લેપટોપ અને કોસ્મેટિક્સ જપ્ત

મહિલા સાથે મુસાફરી કરી રહેલા પુરુષ મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી પણ બિનઅધિકૃત સામાન મળી આવ્યો હતો. પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક્સ, ફેસ બ્લીચ ક્રીમ, કોલ્ડ રિલીફ ઓઇલ, રેડીમેડ કપડાં, 1 મોબાઇલ ફોન અને 2 લેપટોપ મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા આ તમામ સામાનની અંદાજિત કિંમત રૂ.3.50 લાખ આંકવામાં આવી છે.

Ahmedabad Airport Customs Seizes Gold Worth Rs 28.87 Lakh From Sharjah Passengers

કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની તપાસ શરૂ

અમદાવાદ કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કુલ 219.43 ગ્રામ સોનું અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. શારજાહથી ગેરકાયદે સોનું અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે, કેમ તે દિશામાં કસ્ટમ્સ અધિકારીઓએ બંને મુસાફરોની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો – Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *