Ahmedabad: AMC તંત્રની ઘોર નિષ્ફળતા : રિવરફ્રન્ટ પર ઉભા કરાયેલા થાંભલા સડવા લાગ્યા, પણ લાઈટો ન લાગી

📅 Published: September 24, 2026 | 📂 Category: Ahmedabad

બાયોડાયવર્સિટી પાર્ક વિસ્તારમાં રિવરફ્રન્ટ પર વિકાસના મોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં રસ્તાની બંને બાજુ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક થાંભલાઓ તો ઉભા કરી દેવાયા છે, પરંતુ વર્ષો વીતી જવા છતાં તેમાં લાઈટો લગાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. તંત્રની બેદરકારીને કારણે આ મોંઘાદાટ થાંભલાઓ હવે કાટ લાગવાથી સડવા લાગ્યા છે.

રિવરફ્રન્ટના બાયોડાયવર્સિટી પાર્ક વિસ્તારમાં લગાવવામાં આવેલા આ સ્ટીલના થાંભલાઓ તેના લુક અને ડિઝાઈનને કારણે આકર્ષક લાગે છે. પરંતુ રાત્રિના સમયે અહીં અંધારપટ છવાઈ જાય છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, થાંભલાઓ ઉભા કરાયા છે પરંતુ લાઈટો નથી, જેના કારણે આ વિસ્તાર અંધકારમાં ડૂબેલો રહે છે અને કોઈ અણબનાવ બનવાની શક્યતા પણ રહે છે. આ લાખો રૂપિયાનો ખર્ચ માત્ર દેખાડા માટે જ છે કે શું?.

મહત્વનું છે કે આ પ્રોજેક્ટ માટે એક મોટી રકમ ફાળવવામાં આવી હતી. થાંભલાઓ ઉભા કર્યા બાદ લાઈટો લગાવવા માટે હજુ સુધી તંત્રને કે કોન્ટ્રાક્ટરને સમય મળ્યો નથી. આવનારા દિવસોમાં આ થાંભલાઓ લાઈટ વગર જ સડી જશે અને નવેસરથી પ્રજાના લાખો રુપિયા બરદાબ કરવા માટે નવુ ટેન્ડક કરી ફરી લાઈટ બાબતે ખર્ચ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *