Ahmedabad : BZ ગ્રુપ કૌભાંડ: ક્રિકેટરોના રોકાણ મામલે હાઇકોર્ટમાં અરજી, સરકાર અને CID ક્રાઇમને નોટિસ

📅 Published: October 12, 2026 | 📂 Category: Crime

બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા સામે ચાલી રહેલા કથિત રોકાણ કૌભાંડના મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ક્રિકેટરો અને તેમના પરિવારજનોને ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવ્યાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલાની તપાસની માગ ઉઠી છે. આ અરજીમાં ગુજરાત ટાઇટન્સના પૂર્વ મેનેજર ધવલ શાહ સહિત 3 વ્યક્તિઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ક્રિકેટરોના રોકાણની તપાસની માગ

આ મામલે ક્રિકેટર હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના રોકાણને લઈને તપાસ કરવાની માગ કરવામાં આવી છે. રોકાણના સમગ્ર વ્યવહાર અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકાની તપાસ થાય તેવી માગ અરજીમાં ઉઠાવવામાં આવી છે.

ધવલ શાહ સહિત 3 વ્યક્તિઓની ભૂમિકા સામે સવાલ

અરજીમાં ગુજરાત ટાઇટન્સના પૂર્વ મેનેજર ધવલ શાહ ઉપરાંત સુનિતા શાહ અને વિરલ શાહ સામે પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ 3 વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યાનો આક્ષેપ

બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા પોન્ઝી સ્કીમ સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્રિકેટરો અને તેમના પરિવારજનોને ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવ્યું હોવાના મુદ્દે તપાસની માગ ઉઠી છે. 

સરકાર અને સીઆઈડી ક્રાઇમને નોટિસ

અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સીઆઈડી ક્રાઇમને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. ધવલ શાહ સહિત 3 વ્યક્તિઓને આરોપી કેમ બનાવવામાં આવ્યા નથી, તે મુદ્દે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે રાજ્ય સરકાર અને તપાસ એજન્સી તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે તથા આગળની કાયદાકીય કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. 

આ પણ વાંચો     :    Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને…Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *