Ahmedabad: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ઉચ્ચ સ્તરીય બેઠક, 112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરો, વિવિધ રેન્જ આઈજીઓ અને તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (SP) સીધા જોડાયા હતા.

ગુજરાત પોલીસ વડા GS મલિકની બેઠક

બેઠક દરમિયાન રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવા તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS 112) ની કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવવા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈમરજન્સી સેવા 112 પર કોલ આવતાની સાથે જ નાગરિકને ત્વરિત અને સમયસર પોલીસ સહાય મળે તે અત્યંત જરૂરી છે. આ માટે 112 વાહનોના રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો લાવવા માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે.

112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ

જે પોલીસ વાહનો ટેકનિકલ ખામીના કારણે ઓફ-રોડ (બંધ) પડ્યા છે, તેનું તાત્કાલિક સમારકામ કરાવી રસ્તા પર દોડતા કરવા અને પૂરતા ડ્રાઈવરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી. 112 ઈમરજન્સી સેવામાં તૈનાત સ્ટાફની પૂરતી હાજરી જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરવી. સ્ટાફની રજા મંજૂર કરતી વખતે કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન રાખવું, જેથી ઈમરજન્સી કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.

આ પણ વાંચો: Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *