Ahmedabad: DRIએ 475 કરોડનું 318 કિલો સોનું ઘુસાડનાર કુરિયર નેટવર્કનો પર્દાફાશ કર્યો; માસ્ટરમાઇન્ડ સહિત 11 ની ધરપકડ

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી સોનાની તસ્કરી આચરતી એક મોટિ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. DRI ની ટીમે ગુપ્ત બાતમીના આધારે દેશના પાંચ મોટા શહેરો – અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં એકસાથે કાર્યવાહી હાથ ધરીને વિદેશી સોનાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ દરોડા દરમિયાન ટીમે 10.36 કરોડ રૂપિયાની કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કરી લેવડદેવડ સાથે જોડાયેલા માસ્ટરમાઇન્ડ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે.

સોનાની તસ્કરીના પર્દાફાશ

DRI ની તપાસમાં સોનાની તસ્કરીની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ ભારતના સરહદી વિસ્તારોમાંથી કોલકાતા અને ગુવાહાટી મારફતે વિદેશી સોનું દેશમાં ઘુસાડવામાં આવતું હતું. ત્યારબાદ સ્થાનિક અને રાષ્ટ્રીય કુરિયર નેટવર્કનો ઉપયોગ કરીને આ સોનું સુરક્ષિત રીતે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા વેપારી શહેરોના જ્વેલર્સ અને બુલિયન માર્કેટ સુધી પહોંચાડવામાં આવતું હતું.

અમદાવાદ સહિત 5 શહેરોમાં દરોડા

આરોપીઓની સઘન પૂછપરછ અને જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી સામે આવ્યું છે કે આ ગેંગે છેલ્લા 9 મહિનામાં જ 318 કિલો જેટલું વિદેશી સોનું કુરિયર નેટવર્કથી દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડ્યું હતું. આ સોનાની બજાર કિંમત આશરે 475 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. DRI ની અમદાવાદ યુનિટ દ્વારા આ આંતરરાજ્ય તસ્કરી કેસમાં કુરિયર કંપનીઓ અને સોનું ખરીદનારા વેપારીઓ સામે પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંંચો: Ahmedabad: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો હલ્લાબોલ; કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *