અમદાવાદઃ Liqvd Digital India Limited (‘કંપની’) એ તેના પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટે રૂ.5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર દીઠ રૂ.51થી રૂ.54ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું (IPO અથવા ‘ઓફર’) સબ્સિક્રિપ્શન માટે બુધવાર, 23 સપ્ટેમ્બર,2026ના રોજ ખૂલશે અને શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 4000 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 2000 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. હાલમાં અસ્તિત્વમાં રહેલા ઈક્વિટી શેરની સંખ્યા રૂ.5ની ફેસ વેલ્યૂ ધરાવતા 1,59,41,177 ઈક્વિટી શેર. આ ઓફરમાં, રૂ.5ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શેર માટે રૂ.34.14 કરોડ સુધીનો નવો ઈશ્યૂ અને પ્રમોટર-અર્નબ મિત્રા દ્વારા 9,02, 000 ઈક્વિટી શેર સુધીનો ‘ઓફર-ફોર-સેલ’ (વેચાણ માટેની ઓફર) સામેલ છે.
Ahmedabad: Liqvd Digital India Limitedનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ખૂલ્યો
📅 Published: September 24, 2026 |
📂 Category: Ahmedabad
