Ahmedabad News: અમદાવાદ સહિત હાઈવેની ડિઝાઈન બદલાશે,4 અને 6 લેનના પ્રોજેક્ટ્સને લાગુ પડશે

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં ચોમાસામાં તૂટી ગયેલા રોડ અને રસ્તાની મરામતની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં હાઈવે બનાવવાની પણ ચર્ચાઓ તેજ થઈ છે. રાજ્યમાં જે નેશનલ હાઈવે છે તેની પર ચોમાસાને કારણે ક્ષતિ પહોંચેલી છે. જેની મરામત માટે લોકો રજૂઆતો કરી રહ્યાં છે. ત્યારે હવે નવા બનનારા હાઈ-સ્પીડ નેશનલ હાઈવે ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાશે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક્સપ્રેસવે સિવાયના હાઈ-સ્પીડ એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે તમામ 4 અને 6 લેનના ગ્રીનફિલ્ડ તેમજ બ્રાઉનફિલ્ડ હાઈવેને લાગુ થશે.

મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી આપશે

નવી વ્યવસ્થા હેઠળ 15 હજાર સુધીના વાહન પ્રવાહ માટે 4-લેન હાઈવે અને 60 મીટર કોરિડોર જ્યારે વધુ ટ્રાફિક માટે 70 મીટર પહોળાઈ રખાશે. 25 હજારથી 40 હજાર વાહન પ્રવાહ ધરાવતા માર્ગો માટે 6-લેન હાઈવેની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાત માટે આ માર્ગદર્શિકા અત્યંત મહત્વની છે.કારણ કે કેન્દ્ર સરકારે મંજૂર કરેલો અમદાવાદ સાથે જોડાતો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ 214 કિમી લાંબો 6-લેન હાઈ-સ્પીડ કોરિડોર આમાં સામેલ છે.રૂ.10534 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી આપશે. 

ગ્રીન કોરિડોર પર વિશેષ ભાર મુકાશે

સત્તાવાર અંદાજ મુજબ તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા તેમજ મુસાફરીનો સમય ૬૦ ટકા ઘટશે.નવી માર્ગદર્શિકા મુજબ હાઈવે, એરપોર્ટ, બંદર અને ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડાણ માટે સુવ્યવસ્થિત ઈન્ટરચેન્જ તેમજ રેમ્પનું આયોજન કરવાનું રહેશે. અનધિકૃત પ્રવેશ, દબાણો અને રખડતાં પશુઓને રોકવા બહારની ધાર પર એક મીટર ઊંચી બાઉન્ડ્રી વોલ બનશે. આ ઉપરાંત મલ્ટી-લેન ફ્રી-ફ્લો ટોલિંગ વ્યવસ્થા લાગુ થશે, જેથી વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર અટકવું પડશે નહીં. સાથે ડ્રેનેજ વ્યવસ્થા અને ગ્રીન કોરિડોર પર વિશેષ ભાર મુકાશે.

આ પણ વાંચોઃ Surendranagar News: પોન્ઝી સ્કીમ હેઠળ સોલાર પ્લાન્ટમાં વાહનો ભાડે મૂકવાના નામે રૂ. 3.49 કરોડનું કૌભાંડ, મૂળી પોલીસે 51 વાહનો જપ્ત કર્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *