Ahmedabad News: ઉજ્જવલા યોજનાના સક્રિય ગ્રાહકોમાં આશરે 6 લાખનો ઘટાડો, LPGના 62 લાખ ઘટ્યા

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

દેશમાં એલપીજીના સક્રિય ઘરેલું ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ ઉજ્જવલા યોજનાના સક્રિય ગ્રાહકોમાં પણ આશરે 6 લાખનો ઘટાડો થયો છે. ગુજરાતમાં1.28 કરોડ ગ્રાહકો છતાં વાસ્તવિક રિફિલનો જિલ્લાવાર ડેટા જાહેર કરવાની માગ વિપક્ષે કરી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ઉપલબ્ધ આંકડા મુજબ, 1 એપ્રિલ 2026ના રોજ દેશમાં આશરે 33.76 કરોડ સક્રિય ઘરેલું એલપીજી ગ્રાહકો હતા જેમની સંખ્યા 1 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઘટીને આશરે 32.775 કરોડ થઈ છે. એટલે કે આશરે 62 લાખનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ઉજ્જવલા યોજનાના સક્રિય ગ્રાહકોમાં પણ આશરે 6 લાખનો ઘટાડો થયો છે.

આશરે 44 લાખ ઉજ્જવલા કનેક્શન હતા

ગુજરાતમાં 1 એપ્રિલ 2026ના રોજ આશરે 1.285 કરોડ સક્રિય ઘરેલું એલપીજી ગ્રાહકો અને આશરે 44 લાખ ઉજ્જવલા કનેક્શન હતા. પરંતુ માત્ર કનેક્શનની સંખ્યા વધવી એ એલપીજી વ્યવસ્થાની સફળતાનું પૂરતું માપદંડ નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે આમાંથી કેટલા પરિવારો નિયમિત રીતે સિલિન્ડર રિફિલ કરાવે છે અને કેટલા પરિવારો ઊંચા ખર્ચને કારણે ઓછા રિફિલ પર નિર્ભર છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે કે ગુજરાત માટે જિલ્લા અને તાલુકાવાર એલપીજી વપરાશ અને રિફિલનો પારદર્શક ડેટા જાહેર કરવામાં આવે. 

શહેરી વિસ્તારોમાં એલપીજી વપરાશમાં કેટલો તફાવત

છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં પ્રતિ પરિવાર સરેરાશ કેટલા રિફિલ થયા? કેટલા પરિવારો વર્ષમાં માત્ર 1-2 રિફિલ લે છે અને કેટલા કનેક્શન છેલ્લા 6 કે 12 મહિનાથી રિફિલ વગર છે? ખાસ કરીને ઉજ્જવલા પરિવારોમાં સરેરાશ વાર્ષિક રિફિલ કેટલું છે? ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એલપીજી વપરાશમાં કેટલો તફાવત છે, PNG કનેક્શન વધવાથી એલપીજી વપરાશ પર શું અસર પડી છે અને આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ કેટલા કનેક્શન નિષ્ક્રિય અથવા ડુપ્લિકેટ તરીકે ઓળખાયા છે તેની સંપૂર્ણ માહિતી પણ જાહેર થવી જોઈએ.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG ટ્રેન દોડાવાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *