Ahmedabad News: એક્ટિવા અથડાવા બાબતે ખૂની ખેલ, છરીના ઘા ઝીંકી બે યુવકો પર જીવલેણ હુમલો

📅 Published: November 11, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. શાહપુર દરવાજા બહાર આવેલા લકી પાન પાર્લર સામે થોડા દિવસો અગાઉ વાહન ચલાવતી વખતે એક્ટિવા અથડાઈ જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે બંને પક્ષે તે સમયે મામલો થાળે પડ્યો હોવા છતાં, મનમાં રહેલી અદાવત રાખીને કેટલાક શખ્સોએ બદલો લેવાનું નક્કી કર્યું હતું.

છરીના ઘા ઝીંકી બે મિત્રો પર જીવલેણ હુમલો

પૂર્વ અદાવતનો બદલો લેવા માટે ચાર જેટલા શખ્સોએ ભેગા થઈને સુમિત વાઘેલા અને તેના મિત્ર પર અચાનક હુમલો કરી દીધો હતો. ઉશ્કેરાયેલા આ શખ્સોએ બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા વાગવાને કારણે સુમિત વાઘેલા અને તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ચાર શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

આ લોહિયાળ હુમલાની ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનારા પીડિતો દ્વારા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રાહુલ વછેટા, તુષાર, મેહુલ અને રોહિત નામના ચાર શખ્સો સામે ગંભીર ગુના હેઠળ હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની ધરમાકડ માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: ખાડિયામાં બહેન સાથે પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર જાહેરમાં પટ્ટાથી જીવલેણ હુમલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *