Ahmedabad News: કફ સિરપ કાંડમાં મોટો ધડાકો, ગેરકાયદે કોડીન કૌભાંડ બાદ પ્રામા હેલ્થકેરના બંને લાયસન્સ રદ

📅 Published: September 2, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરમાં ગેરકાયદે વેચાતા અને સપ્લાય થતાં કોડીનયુક્ત કફ સિરપના કૌભાંડમાં તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચે કરેલી ઊંડાણપૂર્વકની તપાસ અને ભલામણ બાદ પ્રામા હેલ્થકેર સામે મોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. સંસ્થાના બંને ડ્રગ્સ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાતાં ઔષધ બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

લાલ દરવાજા પોસ્ટ ઓફિસથી ઝડપાયો હતો કરોડોનો જથ્થો

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો હતો, જ્યારે SOG ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા રીલીફ રોડ પર આવેલા પોસ્ટ ઓફિસ ડિલિવરી સેન્ટર પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા પાર્સલ મારફતે સપ્લાય કરવામાં આવી રહેલી કોડીનયુક્ત કફ સિરપની 5,050 સીલબંધ બોટલો જપ્ત કરવામાં આવી હતી. કાયદેસરના કાગળો વગર મોકલવામાં આવી રહેલા આ નશીલા પદાર્થ યુક્ત જથ્થાની કુલ કિંમત રૂ. 59.41 લાખથી વધુ આંકવામાં આવી હતી.

Ahmedabad News: Codeine Cough Syrup Scam, Prama Healthcare Drug Licenses Cancelled

મિઝોરમ અને આસામ મોકલવાનું હતું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ગેરકાયદે કોડીનયુક્ત કફ સિરપનો જથ્થો અમદાવાદથી નોર્થ-ઇસ્ટના રાજ્યો જેવા કે મિઝોરમ અને આસામ ખાતે પાર્સલ મારફતે મોકલવાનો હતો. આ માટે પહેલાથી જ મોટા નેટવર્કની ગોઠવણ કરી દેવામાં આવી હતી. જોકે, આ જથ્થો રવાના થાય તે પહેલાં જ SOG ટીમે તેને ઝડપી પાડીને મિઝોરમ અને આસામ સપ્લાય કરવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

Ahmedabad News: Codeine Cough Syrup Scam, Prama Healthcare Drug Licenses Cancelled

NDPS એક્ટ હેઠળ 2 ની ધરપકડ અને કડક કાર્યવાહી

આ મામલે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કૌભાંડમાં સંકળાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. કફ સિરપના આ ગેરકાયદે મોડસ ઓપરેન્ડીમાં પ્રામા હેલ્થકેરની સીધી સંડોવણી અને અનિયમિતતાઓ સામે આવતાં ડ્રગ્સ વિભાગે તેના બંને લાયસન્સ રદ કરી દીધા છે. હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં મોટાપાયે કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો: Ahmedabad Airport પર 1.928 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા દંપતીની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *