Ahmedabad News: કાંકરિયામાં ડિજિટલ લાઇટિંગનો નવો લુક, પ્રોજેક્શન મેપિંગથી રૂપ બદલાશે

📅 Published: August 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદનું જાણિતુ કાંકરિયા લેક હવે રાત્રિના સમયે એક નવા જ રૂપમાં જોવા મળશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક પરિસરને આધુનિક અને આકર્ષક રોશનીથી ઝળહળતું કરવા માટે એક વિશાળ કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આ નવીન આયોજનથી કાંકરિયાનો સમગ્ર નાઈટ લુક બદલાઈ જશે, જે શહેરીજનો અને સૈલાણીઓ માટે એક અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર બનશે.

તહેવારના માહોલને વધુ ભવ્ય બનાવશે

મળતી વિગતો અનુસાર,સમગ્ર 4.5 કિલોમીટર લાંબા લેક પરિસરમાં અદ્યતન ડિજિટલ લાઇટિંગ સિસ્ટમ અને પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી સ્થાપિત કરવામાં આવી રહી છે.આ સિસ્ટમની મુખ્ય વિશેષતા સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ લાઇટિંગ છે જેમાં સંગીતની ધૂન સાથે રોશનીના કલર અને પેટર્ન બદલાશે.મુલાકાતીઓ માટે 12 અલગ-અલગ થીમ્સ આધારિત લાઇટિંગ શોનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત,વિવિધ રાષ્ટ્રીય તહેવારો અને ઉત્સવો દરમિયાન સમગ્ર કાંકરિયા પરિસરમાં વિશેષ થીમેટિક લાઇટિંગ કરવામાં આવશે જે તહેવારના માહોલને વધુ ભવ્ય બનાવશે.

પ્રોગ્રામોના આધારિત લાઈટિંગ કરવામાં આવી 

આ અંગે શહેરના મેયર હિતેન્દ્ર બારોટે કહ્યું હતું કે, કાંકરિયા ખાતે સાડા ચાર કિલોમીટરની લંબાઈની અંદર ગોળાઈ છે જે આપણી વિસ્તારની એની અંદર જુદી જુદી થીમ આધારિત જુદી જુદી 12 થીમ છે એ થીમ પ્રમાણે લાઈટિંગ કરવામાં આવ્યું છે.એનું આજે સાંજે પ્રજાજનો માટે લોકાર્પણ કરવામાં આવનાર છે.કાંકરિયા ખાતે જુદા જુદા પ્રોગ્રામો જે થાય એ પ્રોગ્રામોના આધારિત લાઈટિંગ કરવામાં આવી છે.રાત્રિના સમયે પરિવાર સાથે આવતા મુલાકાતીઓ માટે આ ડિજિટલ લાઇટિંગ શો એક અદ્ભુત અને યાદગાર અનુભવ સાબિત થશે.કાંકરિયા લેક પરિસરમાં આ કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ અને મલ્ટીમીડિયા ઇફેક્ટ્સના સમન્વયથી પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનો નવો નજારો અનુભવવા મળશે.

આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *