Ahmedabad News: કોંગ્રેસના વિરોધ સામે ભાજપ લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો ના નારા સાથે પદયાત્રા યોજશે

📅 Published: October 24, 2026 | 📂 Category: Ahmedabad

સમગ્ર દેશમાં કોંગ્રેસ અને સીજેપી દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનના જવાબમાં ભાજપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકતંત્ર બચાવો, ભીડ તંત્ર હટાવો જેવા નારા સાથે આ પદયાત્રા યોજાશે. રાજ્યમાં આગામી 27 ઓક્ટોબરથી આ યાત્રા શરૂ થશે. રાજકોટ, વડોદરા અને સુરતથી નીકળેલી યાત્રા અમદાવાદ પહોંચશે. આ યાત્રામાં ધારાસભ્યો, સાંસદો અને ભાજપના હોદ્દેદારો જોડાશે.આ પદયાત્રા દ્વારા ભાજપ જનતા વચ્ચે જઈને પોતાનો પક્ષ રજૂ કરશે અને કોંગ્રેસના વિરોધનો જવાબ આપશે. 

દેશમાં કોંગ્રેસ દ્વારા થઈ રહેલા વિરોધ સામે પદયાત્રા

દેશમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સહિતના રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વોટચોરીને લઈને આંદોલનો થઈ રહ્યાં છે. બીજી તરફ સીજેપી દ્વારા પણ આંદોલનો થઈ રહ્યાં છે. ત્યારે આ આંદોલનોમાં એકઠી થતી ભીડને લઈને ભાજપે તૈયારી શરૂ કરી છે. ભાજપ દ્વારા આગામી 27 ઓક્ટોબરથી લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો જેવા નારા સાથે એક પદયાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને સુરતમાંથી આ યાત્રા નીકળશે અને નિર્ધારિત રૂટ પર આગળ વધીને અંતે અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ પહોંચનારી આ પદયાત્રા થકી ભાજપ સમગ્ર રાજ્યમાં એકતાનો સંદેશ આપવા માંગે છે.

ઝોન પ્રમાણે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે

ભાજપે જાહેર કરેલી આ યાત્રામાં પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યો, તેમજ સંગઠનના હોદ્દેદારો જોડાશે. દેશમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારનું રાજીનામું આપવા માટે આંદોલન અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હીમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ આંદોલન થઈ રહ્યાં છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યાં છે. હવે આ આંદોલન સામે ભાજપે લોકતંત્ર બચાવો, ભીડ તંત્ર હટાવો નામથી એક પદયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યમાં ઝોન પ્રમાણે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે.  

રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ડૉ.અનિલ પટેલે દેશમાં ભીડતંત્ર દ્વારા અરાજક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને લીડર ઑફ ઓપોઝિશનને બદલે લાયર ઑફ ઓપોઝિશન ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સતત રાજકીય હાર અને સત્તા વિના તડપી રહેલી આ ટોળકી દ્વારા ખોટી વાતો ફેલાવીને નાગરિકોને ભડકાવવાનું અને લોકતંત્ર પર હુમલા કરવાનું કામ થઈ રહ્યું છે, જેની સામે વિપક્ષના મલિન રાજકીય ઈરાદાઓ ઉજાગર કરવા અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માટે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ અભિયાન શરૂ કરવામાં આવશે. 

ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે

આ અભિયાન અંતર્ગત આગામી 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં પદયાત્રાઓ,જનજાગૃતિના કાર્યક્રમો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચાઓ યોજાશે,જેની શરૂઆત 25 ઓક્ટોબરના રોજ સાંજે સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જગદીશ વિશ્વકર્મા તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં થશે, જ્યારે વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત, 27 ઓક્ટોબરના રોજ વ્યાસવાડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ તથા ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે, તેમજ યુવા સંસદનું આયોજન કરીને વિદ્યાર્થીઓ સાથે વિશેષ સંવાદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *