Ahmedabad News: ક્યારે મળશે મનિષા? પીપળજમાં 7 કલાકથી રેસ્ક્યૂ ચાલુ પણ ભાળ નહીં!

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ઘોર અને શરમજનક બેદરકારીનો વધુ એક ભોગ એક માસૂમ બાળકી બની છે. શહેરના પિરાણા-પીપળજ ધોળકા રોડ પર એરિક પેકેજિંગ કંપનીની બાજુમાં જાહેર રોડ પર આવેલી ખુલ્લી ગટરની લાઈનમાં 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સલાટ ખાબકતા અફરાતફરી અને સનસનાટી મચી ગઈ છે. બપોરે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદથી જ બાળકીની શોધખોળ માટે ભારે મથામણ ચાલી રહી છે.

રિક્ષા ભાડું ચૂકવતી વખતે માતાનો હાથ છૂટ્યો અને કાળચક્ર ફરી વળ્યું

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શ્રમજીવી પરિવાર પોતાના બાળકો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. બાળકીના પિતાએ પોતાના બે બાળકોના હાથ પકડ્યા હતા, જ્યારે માતાએ 9 વર્ષની દિવ્યાંગ બાળકી મનીષાનો હાથ પકડ્યો હતો. રિક્ષામાંથી ઉતર્યા બાદ પિતા રિક્ષાવાળાને ભાડાના પૈસા ચૂકવી રહ્યા હતા, તે જ સમયે મનીષાનો હાથ માતાના હાથમાંથી છૂટ્યો અને અજાણતા એક જ પગલું પાછળ ભરતાં જ તે રસ્તા પર ઢાંકણા વગરની 20 થી 40 ફૂટ ઊંડી ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થઈ ગઈ હતી. પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હાલ સમગ્ર પરિવાર પોતાની વ્હાલસોયી દીકરી માટે કાળજું કંપાવતું આક્રંદ કરી રહ્યો છે.

ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન, ઓક્સિજન બોટલ સાથે જવાનો ગટરમાં ઊતર્યા

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સાંજે 4:00 વાગ્યાથી શરૂ થયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન બોટલ અને જરૂરી સાધનો સાથે ગટરમાં નીચે ઊતરીને બાળકીની શોધખોળ કરી રહ્યા છે. આ લાઈન આગળ શાસ્ત્રીબ્રિજ પાસે સાબરમતી નદીમાં નીકળતી હોવાથી ફાયર વિભાગે 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી સમગ્ર ડ્રેનેજ લાઈનમાં ચેકિંગ શરૂ કર્યું છે.

<a href="

=” target=”_blank”>

=

ઘટનાની ગંભીરતાને જોઈને શહેરના મેયર સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે. જોકે, નારોલ-સરખેજ કોરિડોરની કામગીરી અને સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારામાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મનીષાની કોઈ ભાળ મળી નથી.

વિપક્ષના આકરા પ્રહાર: “શું જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થશે?”

અમદાવાદમાં સરખેજ વિશાલા રોડ પર ડ્રેનેજમાં બાળકી પડવાની ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. આ મામલે કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. બાળકીની શોધખોળની કામગીરી ચાલુ છે, ત્યારે સવાલ એ છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? શું મનપાની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બની રહી છે? જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાશે કે કેમ અને તેમની સામે કોઈ પગલાં લેવાશે કે નહીં, તેવા સવાલો ઊઠી રહ્યા છે. શહેરીજનોની સુરક્ષાની જવાબદારી કોની? હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

<a href="

=” target=”_blank”>

=

હાલમાં તો આખો પરિવાર અને સ્થળ પર હાજર સૌ કોઈ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, માસૂમ મનીષા સહીસલામત મળી આવે. બાળકીની માતા વિલાપ કરતા જણાવે છે કે, મને મારી મનિષા હેમખેમ પરત આપો.

તંત્રની ઘોર બેદરકારી સામે ઉઠતા 10 તીખા અને અણીયારા સવાલો

  • જાહેર રસ્તા પર ખુલ્લી ગટર કેમ રહી ગઈ? શું ત્યાં ઢાંકણું નહોતું, તૂટી ગયું હતું કે પછી બેદરકારીને કારણે ખુલ્લી લાઇનને સુરક્ષિત કરવામાં આવી નહોતી?
  • આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? ગટરની જાળવણીની જવાબદારી મહાનગરપાલિકા, ડ્રેનેજ વિભાગ કે સંબંધિત કોન્ટ્રાક્ટરની હતી?
  • જોખમી સ્થળને બેરિકેડથી સુરક્ષિત કેમ ન કરાયું? શું ત્યાં ચેતવણીનાં બોર્ડ, રિફ્લેક્ટર કે પૂરતી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા હતી?
  • કોરિડોરની કામગીરી જવાબદાર છે? શું નારોલ-સરખેજ કોરિડોરની કામગીરી અને ખુલ્લી ગટર વચ્ચે કોઈ સંબંધ છે? જો હા, તો જાહેર માર્ગની સુરક્ષાની જવાબદારી કોની હતી?
  • અગાઉ નિરીક્ષણ થયું હતું? જો આ સ્થળનું અગાઉ નિરીક્ષણ થયું હતું, તો જોખમની ઓળખ કેમ ન થઈ અને શું જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે?
  • શહેરમાં આવી કેટલી ખુલ્લી ગટરો છે? શું મહાનગરપાલિકા તમામ વિસ્તારોમાં તાત્કાલિક સર્વેક્ષણ કરીને જોખમી સ્થળોને સુરક્ષિત કરશે?
  • બાળકીને શોધવા હવે કઈ વ્યૂહરચના છે? ડ્રેનેજ લાઇનના નકશા અને પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી શું છે?
  • બચાવ કામગીરીમાં કયા અવરોધો છે? પાણીના ઝડપી પ્રવાહ અને ઊંડી લાઇનને ધ્યાનમાં રાખીને શું વધારાની ટીમો અને ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે?
  • પરિવારને સતત અપડેટ અપાઈ રહ્યા છે? શોધખોળ અંગે પરિવારને સાચી માહિતી આપવા અને એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા શું વ્યવસ્થા છે?
  • પુનરાવર્તન ન થાય તે માટે શું કડક પગલાં લેવાશે? ગુનેગાર કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરીને સમયમર્યાદામાં તમામ ગટરો બંધ કરાશે?

આ પણ વાંચો: Ahmedabadના પીપળજ-ધોળકા રોડ પર 40 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી બાળકી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *