Ahmedabad News : ગરબા સ્થળે NRI અને Gen Z માટે English જાણતા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત હશે

📅 Published: October 6, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો અને મુખ્ય માર્ગો પર ભીડ નિયંત્રણ માટે પોલીસનું વિશેષ આયોજન રહેશે.SG હાઇવે અને SP રિંગ રોડના ૧૫ મહત્વના સ્પોટ પર ટ્રાફિક વ્યવસ્થા,ડાયવર્ઝન અને પાર્કિંગ પર નજર રહેશે.NRI અને Gen-Z સાથે સરળ સંવાદ માટે ઇંગ્લિશ પોલીસ પાર્ટી મેદાનમાં કામગીરી કરશે.ગરબા સ્થળે રાત્રે 8 વાગ્યાથી ભીડ સંપૂર્ણ વિખેરાય ત્યાં સુધી બંદોબસ્ત રહેશે.જાહેર રસ્તા પર પાર્કિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, સ્ટંટ અને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી થશે. હાઇવે-રિંગ રોડ પર નાકાબંધી કરી ફાર્મહાઉસ, હોટલ અને ઢાબાનું ચેકિંગ કરાશે.

આ વખતે ઇંગ્લિશ પોલીસ પાર્ટી ગ્રાઉન્ડ પર કામગીરી કરશે

નવરાત્રિમાં NRI અને Gen-Zની મોટી હાજરીને ધ્યાનમાં રાખીને આ વખતે ઇંગ્લિશ પોલીસ પાર્ટી ગ્રાઉન્ડ પર કામગીરી કરશે.ખાસ કરીને યુવાનો અને NRIને ટ્રાફિક, પાર્કિંગ, પ્રવેશ-નિકાસ અને સુરક્ષા સંબંધિત સૂચનાઓ અંગ્રેજીમાં સરળતાથી સમજાવી શકાય તે માટે આ ટીમની મદદ લેવામાં આવશે.સોશિયલ મીડિયા પર પોલીસની 24 કલાક નજર રહેશે.પરવાનગીની શરત તૂટશે તો પરવાનગી રદ કરીને ગુનો નોંધાશે.મોટા ગરબા માટે આયોજકોનો નોડલ અને પોલીસનો સંકલન અધિકારી રહેશે.મહિલા સુરક્ષા માટે અલગ પ્રવેશ,મહિલા બાઉન્સર-ગાર્ડ, SHE ટીમ અને હેલ્પ ડેસ્ક રહેશે.

અરજીઓના આધારે સ્થળોની તપાસ ચાલી રહી છે

પોલીસ, ફાયર અને મેડિકલ ટીમ દ્વારા 9 ઓક્ટોબરે મોક ડ્રિલ કરાશે.સાયબર છેતરપિંડીથી બચવા અધિકૃત પ્લેટફોર્મ પરથી જ પાસ ખરીદવા સૂચના અપાઇ છે. ફાયર વિભાગના ઓનલાઇન પોર્ટલ પર ગરબા આયોજન માટે માટે કુલ 26 અરજીઓ પરમિશન માટે આવી છે.અત્યાર સુધી બે આયોજકોને NOC આપવામાં આવી છે.ફાયર ચીફ ઓફિસર મિથુન મિસ્ત્રીના જણાવ્યા મુજબ,અન્ય અરજીઓના આધારે સ્થળોની તપાસ ચાલી રહી છે.

અસલામતી લાગે તો તાત્કાલિક 112 પર સંપર્ક કરવો

ફાયર સેફ્ટીના સાધનો અને જરૂરી ગાઇડલાઇનનું પાલન થતું હોવાનું ચકાસ્યા બાદ યોગ્ય સ્થળોને NOC આપવામાં આવશે.ગરબા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે વાહન અથવા ટેક્સી ઉપલબ્ધ ન થાય અને અસલામતી લાગે તો તાત્કાલિક 112 પર સંપર્ક કરવો. છેડતી અથવા શંકાસ્પદ વર્તન જણાય તો સ્થળના પોલીસ હેલ્પ ડેસ્ક અથવા SHE ટીમને જાણ કરવા પણ અપીલ કરાઇ છે.ગરબા સ્થળની નક્કી કરેલી ક્ષમતા પૂર્ણ થયા બાદ નવા લોકોને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતાં વધુ ભીડ ન થાય તે માટે પ્રવેશ રોકવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કૌભાંડ ખૂલ્યા બાદ છેલ્લા 6 મહિનાના દસ્તાવેજોની ચકાસણી શરૂ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *