Ahmedabad News: ગાળો બોલવાની ના પાડતાં જ સગા મામાએ ભાણેજનું ઢીમ ઢાળી દીધું

📅 Published: October 13, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે.શહેરના રામોલ વિસ્તારમાં આવેલ લવકુશ એપાર્ટમેન્ટ ખાતે મોડી રાત્રે સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એટલો હદે વધી ગયો કે મામા અને સગીર ભાણેજ વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો.આ લોહિયાળ સંઘર્ષમાં વળતા પ્રહાર દરમિયાન સગીર ભાણેજનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે મામા અને મામી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. 

સગીર ભાણેજને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી

ઘટનાની વિગતો મુજબ,રામોલ વિસ્તારના લવકુશ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે પરિવારના સભ્યો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી.દરમિયાન,સગીર ભાણેજ દ્વારા ગાળો બોલવામાં આવતા તેના મામાએ તેને કડક શબ્દોમાં ટકોર કરી હતી.આ ટકોર કરવાથી સગીર ભાણેજ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને તેણે પોતાની પાસે રહેલી છરી વડે સીધો જ પોતાના મામા તથા મામી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં મામા અને મામી બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીીલોહાણ હાલત થઈ ગઈ હતી.પરિસ્થિતિ વધુ વણસતા અને જીવનું જોખમ ઊભું થતાં મામાએ પણ સ્વબચાવમાં અને ઉશ્કેરાટમાં વળતો પ્રહાર કર્યો હતો.આ વળતા પ્રહાર અને ઝપાઝપી દરમિયાન સગીર ભાણેજને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. 

ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા

એક જ પરિવારના સભ્યો વચ્ચે લોહી વહેતા અને હત્યા જેવી ગંભીર ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બનાવની જાણ ત્વરિત રામોલ પોલીસને કરવામાં આવી હતી.માહિતી મળતા જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો.પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મામા અને મામીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.આ મામલે મૃતક સગીર ભાણેજ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે.જ્યારે બીજી બાજુ રામોલ પોલીસે ઈજાગ્રસ્ત મામા વિરુદ્ધ પણ સગીર ભાણેજની હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના પાછળના મૂળ કારણો શોધવા માટે પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot: મેટોડા GIDCના પ્રમુખ પદનો નિર્ણય અધ્ધરતાલ; વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની અનિચ્છાથી પેચ ફસાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *