રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટને પગલે અનેક વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ સર્જાઈ છે.ત્યારે ગુજરાતની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની કવાયત હાથ ધરવામાં આવી છે.સુરતમાં રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહત્ત્વનો સંકેત આપ્યો હતો.ગુજરાતમાં પાણીની પોકાર પૂરવા મંગળવારે દિલ્હીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓની બેઠકની જાહેરાત કરાઈ હતી.આ બેઠકમાં મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાતની પાણીની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીની અછત નહીં રહે તેવી ખાતરી આપતાં જણાવ્યું હતું કે,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતની પાણીની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ છે.એક વર્ષમાં પાણીની જે ઘટ છે તે પૂરી કરવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ખાતરી આપવામાં આવી છે.આ અંગે મંગળવારે તમામ બાબતો ફાઇનલ થશે.બીજી બાજુએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં પાણીના પ્રશ્ને ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જીતુ વાઘાણીના પ્રયાસોથી અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતને પૂરતું પાણી મળી રહે તે માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાણીની અછત નહીં રહે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. હવે મંગળવારે યોજાનારી બેઠકમાં ત્રણ રાજ્યો સાથે પાણીની વહેંચણી અંગે શું નિર્ણય લેવાય છે અને ગુજરાતની પાણીની ઘટ દૂર કરવા માટે કઈ વ્યવસ્થા નક્કી થાય છે તેના પર સૌની નજર રહેશે.
દુષ્કાળની સ્થિતિને લઈને મોટો નિર્ણય લેવાયો
રાજસ્થાનમાં દુષ્કાળની સ્થિતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે.ભજનલાલ શર્મા સરકારે રાજ્યના 13 જિલ્લાઓની તાલુકાઓને મધ્યમ અને ગંભીર દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.વરસાદની અછત,સપાટી પરના પાણી અને ભૂગર્ભ જળની ઘટતી ઉપલબ્ધતા તથા નબળા પાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. અગાઉ મહારાષ્ટ્રમાં પણ 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા.
આ પણ વાંચોઃ Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે
