Ahmedabad News : ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયા સામે ‘માસ્ટરસ્ટ્રોક’, દરેક જિલ્લામાં બનશે ડેડિકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’

📅 Published: September 6, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જળમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત પોલીસે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં હવે સ્પેશિયલાઇઝ્ડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) કાર્યરત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા આગામી 7 દિવસમાં તમામ ANW યુનિટ્સને સક્રિય કરી દેવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. આ વિંગ માત્ર NDPS (નાર્કોટિક્સ) સંબંધિત ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી એક વિશેષ ટાસ્ક ફોર્સ તરીકે કામ કરશે.

8 સભ્યોની સ્પેશિયલ ટીમ

દરેક ANW યુનિટમાં 1 PI, 1 PSI, 2 ASI/હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલ મળીને કુલ 8 નિષ્ણાત કર્મચારીઓ સામેલ રહેશે. આ ટીમને ઝડપી અને સ્વતંત્ર કામગીરી માટે અલાયદું વાહન અને ડ્રાઇવર પણ ફાળવવામાં આવશે. ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર ANW સતત સર્વેલન્સ રાખશે. આ ઉપરાંત, ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ આકરી કાર્યવાહી કરવા માટે CID ક્રાઇમને દરખાસ્ત મોકલવામાં આવશે.

નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે પણ થશે કડક પગલાં

નોંધનીય છે કે, છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત પોલીસે NDPS હેઠળ 3,700થી વધુ ગુના નોંધી 1.36 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરીને રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે, જો ANW ની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની કોઈપણ પ્રકારની નિષ્કાળજી કે બેદરકારી જણાશે, તો તેમની સામે પણ આકરા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : Bavla બ્રિજ પાસેથી મળી આવી બિનવારસી જીવિત નવજાત બાળકી, 108ની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી CHC ખાતે ખસેડી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *