Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફ્રી Wi-Fi અને 'Earn While Learn' ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીનું ટીચિંગ ડિપાર્ટમેન્ટ અને હોસ્ટેલ સહિતનું સમગ્ર કેમ્પસ હવે વાઇ-ફાઇ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ સુવિધા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ટીચિંગ રિસોર્સ, લાયબ્રેરી અને વિવિધ ઓનલાઈન કોર્સનો સરળતાથી ઓનલાઈન એક્સેસ મળી શકશે.

સાઇબર સુરક્ષા માટે ફાયરવોલ સિસ્ટમ તૈનાત

ડિજિટલ યુગમાં વાઇ-ફાઇ સુવિધા સાથે સાઇબર સુરક્ષા અત્યંત જરૂરી હોવાથી સમગ્ર સિસ્ટમમાં ફાયરવોલ સુરક્ષા પણ ઉમેરવામાં આવી છે. આ ફાયરવોલ સિક્યોરિટીના કારણે વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં પોતાના શૈક્ષણિક સંશોધનો અને અભ્યાસ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

‘Earn While Learn’: વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ યોજનાની તૈયારી

વિદ્યાર્થીઓ માટે અન્ય એક ડિજિટલ અને આર્થિક રાહત આપતી યોજના એટલે કે ઇન્ટર્નશિપ યોજના. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસની સાથે-સાથે આત્મનિર્ભર બનીને કમાવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. આ યોજનાથી વિદ્યાર્થીઓને વ્યવસાયિક અનુભવ મેળવવાની સાથે આર્થિક ટેકો પણ મળી રહેશે.

વિવિધ વિભાગોમાં કામગીરી બદલ ચૂકવાશે મહેનતાણું

આ ઇન્ટર્નશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ક્લેરિકલ, એડમિનિસ્ટ્રેટિવ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ટીચિંગ આસિસ્ટન્ટ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર જેવી કામગીરી કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી બદલ યુનિવર્સિટી દ્વારા તેઓને યોગ્ય મહેનતાણું ચૂકવવામાં આવશે.

કાર્યકારી કુલપતિ પ્રો. જગદીશ જોશીએ આપી માહિતી

ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર જગદીશ જોશીએ આ બંને મહત્વકાંક્ષી પહેલ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ નિર્ણયોથી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અને આર્થિક ક્ષેત્રે મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ પોતાના પગભર થઈ શકે તે માટે યુનિવર્સિટી તંત્ર સતત કાર્યરત છે.

આ પણ વાંચો – Ahmedabad News: માંડલના નાનાઉભડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ, 10 હજાર વૃક્ષોનું વાવેતર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *