Ahmedabad News : ઘાટલોડિયામાં નિકિતા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને અડફેટે લીધા

📅 Published: August 14, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા નિકિતા સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર બે લોકોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી સખત હતી કે આસપાસના લોકોમાં પણ ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

કાર ગાર્ડનની રેલિંગ પર ચડી ગઈ, એક્ટિવા ઘસડાયું

અકસ્માતની આ ઘટનામાં ટક્કર માર્યા બાદ પણ કાર ચાલકે ગાડી રોકી ન હતી. એક્ટિવા ચાલક કાર સાથે ઘસડાઈને રોડ કિનારે આવેલા ગાર્ડનના બાંકડા સાથે જઈને અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ સંપૂર્ણ ગુમાવી દેતા કાર ગાર્ડનની લોખંડની રેલિંગ પર ચડી ગઈ હતી.

ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરાતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Kutch News : આદિપુર પોલીસે આંતરરાજ્ય ‘નેપાળી ચોર ગેંગ’નો કર્યો પર્દાફાશ, 2 મહિલાઓ ઝડપાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *