Ahmedabad News: ઝાયડસ સ્કૂલ સહિત 5થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

📅 Published: October 7, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ અને વાલીઓની ચિંતા વધારતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. વેજલપુર વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સ સહિત કુલ 5 થી વધુ શાળાઓને આ પ્રકારે ધમકીભર્યા મેઈલ મળતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

તંત્ર એલર્ટ અને પોલીસ દ્વારા તપાસ શરૂ

મેઈલ મળતા જ શાળાઓ દ્વારા ત્વરિત ધોરણે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો છે અને સંવેદનશીલ શાળાઓ તેમજ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ ટીમ દ્વારા પણ આ મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad News: Schools Bomb Threat: Zydus School and Others Receive Threat Emails

DEO ના મહત્વપૂર્ણ આદેશો

આ ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાઓને તાત્કાલિક ધોરણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓને પોતાના સ્તર પર શારીરિક ચકાસણી (ફિઝિકલ ચેકિંગ) કરવા માટે આદેશ કરાયા છે. તેમજ જો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ સ્થિતિ જણાય તો સુરક્ષાને પ્રાથમિકતા આપીને ત્વરિત ધોરણે બાળકોને ઘરે મોકલી દેવા માટેની સૂચના પણ અપાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad News: સૌરાષ્ટ્રનો બુલંદ અવાજ અને દિગ્ગજ નેતાના નિધન બાદ કોંગ્રેસના આગેવાનોએ શું કહ્યું?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *