Ahmedabad News : ટ્રાફિક મેનેજમેન્ટનું નાટક કરી કોપર ચોરી, બોગસ AMC કર્મચારીઓની ટોળકી પકડાઈ

📅 Published: August 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના વાસણા વિસ્તારમાં AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના કર્મચારીઓની ખોટી ઓળખ આપી ચોરી કરતી એક શાતિર અને હાઈટેક ગેંગનો ખુલાસો થયો છે. આ ટોળકીના સભ્યો શંકા ન જાય તે માટે AMC ના રેડિયમ જેકેટ પહેરીને આવતા હતા અને ક્રેન લાવીને રોડ પર ખુલ્લામાં જ BSNL ના ડંક તોડીને અંદરથી કિંમતી કોપર વાયરની ચોરી કરતા હતા. રોડ પર કામ ચાલતું હોય તેવો ઘાટ ઘડવા માટે તેઓ જાતે જ ટ્રાફિક પણ મેનેજ કરાવતા હતા. આ રીતે તેમણે અંદાજે રૂ.7 લાખની કિંમતના કોપર વાયરની ચોરી આચરી હતી.

વાસણા પોલીસની કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ

વાસણા પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ પુરાવાના આધારે દરોડો પાડીને આ ગેંગને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે આ મામલે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડ નામના ચાર મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકો અને તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

અન્ય સાગરીતોની શોધખોળ અને પોલીસ તપાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના નેટવર્કમાં 8 થી વધુ લોકોની ટોળકી સક્રિય રીતે કામ કરી રહી હતી. વાસણા પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે અને આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર સભ્યો તથા ચોરીનો માલ લેનાર વેપારીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Bhavnagar News : ગુરુકુળ બ્લેકમેલિંગ કાંડ, રૂ.2 લાખ આપ્યા બાદ પણ રૂ.5 કરોડની કરી માંગણી, તપાસ તેજ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *