Ahmedabad News: ડાંગરવા ગ્રામ પંચાયતના પટાવાળા મનુજી ઠાકોર 2500ની લાંચ લેતા ઝડપાયા

📅 Published: August 14, 2026 | 📂 Category: Ahmedabad

સરકારી યોજનાઓના લાભાર્થીઓ પાસેથી લાંચ માંગતા ભ્રષ્ટ કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલઆંખ કરી છે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને ડાંગરવા ગ્રામ પંચાયતના પટાવાળા મનુજી ઠાકોરને 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મેળવવાની પ્રક્રિયા માટે ડાંગરવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો હતો.

ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી

આ યોજનાના હપ્તા કે સહાય સંબંધિત કામગીરી પૂર્ણ કરી આપવાના બદલામાં ગ્રામ પંચાયતના પટાવાળા મનુજી ઠાકોરે ફરિયાદી પાસે 5000ની લાંચની માંગણી કરી હતી. રકમ અંગે રકઝક બાદ એડવાન્સ પેટે પ્રથમ હપ્તા તરીકે 2500 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચિયા કર્મચારીને પકડવા માટે નાકાબંધી કરી ટ્રેપનું આયોજન કર્યું હતું.

લાંચની રૂ.2500ની રકમ ACBએ રિકવર કરી

જ્યારે ફરિયાદી ડાંગરવા ગ્રામ પંચાયતના પટાવાળા મનુજી ઠાકોરને એડવાન્સ લાંચના 2500 આપવા ગયા ત્યારે અગાઉથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડીને મનુજી ઠાકોરને લાંચની રકમ સ્વીકારતા જ રંગેહાથ ઝડપી લીધા હતા.એસીબીએ સ્થળ પરથી લાંચના રોકડા 2500 સફળતાપૂર્વક રિકવર કર્યા છે અને આરોપી મનુજી ઠાકોર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *