અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યા દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલા ત્રાગડ રબારી વાસના નાકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ ફુલ સ્પીડમાં રહેલી કાર અંગે હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરી હતી. અકસ્માત બાદ જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી અંદાજે 9 જેટલી સીલબંધ નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેના કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
PSI ની દાદાગીરી અને વિડિયો વાયરલ
ઘટના સ્થળે લોકટોળા એકઠા થયા બાદ પીએસઆઈ ભરત પંડ્યા નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને સ્થાનિકો સાથે તેમની માથાકૂટ પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે શહેર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
<a href="
==” target=”_blank”>
==
ખાસ વાત એ છે કે, સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ પીએસઆઈની દાદાગીરી ચાલુ રહી હતી અને સ્થાનિક પોલીસને હાથ અડાડ્યા દીધા વિના જ તેમણે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો.

બે અલગ-અલગ ફરિયાદો અને ફરજ મોકૂફના આદેશ
આ ગંભીર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વિરુદ્ધ દારૂની બોટલો મળવા બાબતે અને નશાની હાલતમાં હોવાની શંકાને લઈને એમ બે અલગ-અલગ ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે તેમનો મેડિકલ રિપોર્ટ પણ પૂર્ણ કરાવવામાં આવ્યો છે.
<a href="
==” target=”_blank”>
==
આ ગંભીર ગેરશિસ્તને ધ્યાને લઈને ડીસીપી ટ્રાફિક દ્વારા તાત્કાલિક ધોરણે પીએસઆઈ ભરત પંડ્યાને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આ દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી અને તે પોતાના ઉપયોગ માટે હતી કે અન્ય કોઈને આપવાની હતી.
આ પણ વાંચો: Ahmedabad News: ટ્રાફિક પોલીસના PSIની અટકાયત કરાઈ, દારૂના નશામાં કાર હંકારી હોવાનો આરોપ, જુઓ Video
