Ahmedabad News : દિલ્હી IGI એરપોર્ટ પર કસ્ટમ્સનો મોટો દરોડો, દુબઈથી લાવવામાં આવતું 2.168 કિલો સોનું ઝડપાયું

📅 Published: September 19, 2026 | 📂 Category: Crime

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની ગેરકાયદે તસ્કરી સામે મોટી સફળતા મેળવી છે. દુબઈથી ફ્લાઈટ નંબર EK-514 મારફતે દિલ્હી પહોંચેલા બે મુસાફરો પર AIU અધિકારીઓએ ચોક્કસ બાતમી અને પ્રોફાઇલીંગના આધારે કડક નજર રાખી હતી. આ દરમિયાન એરપોર્ટના વોશરૂમ નજીક એક મહિલા અને પુરુષ મુસાફર શંકાસ્પદ રીતે વાતચીત કરતા જોવા મળતા અધિકારીઓની શંકા વધુ દ્રઢ બની હતી.

DFMD તપાસમાં જોરદાર બીપ વાગતાં 11 ગોલ્ડ બાર ઝડપાયા

બંને મુસાફરો જ્યારે કસ્ટમ્સની ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કસ્ટમ્સની ટીમે તેમને અટકાવ્યા હતા. મહિલા મુસાફરની બેગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) દ્વારા તપાસ કરતા કશું શંકાસ્પદ મળ્યું ન હતું. પરંતુ પુરુષ મુસાફરને જ્યારે DFMD માંથી પસાર કરવામાં આવ્યો ત્યારે જોરદાર બીપનો અવાજ આવ્યો હતો. આથી અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેની પાસેથી 10 તોલાના 10 ગોલ્ડ બાર અને 1 કિલોનો 1 ગોલ્ડ બાર મળી આવ્યા હતા.

કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત, બંને મુસાફરોની અટકાયત

કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ગણતરીમાં કુલ 11 ગોલ્ડ બારનું વજન 2,168 ગ્રામ (2.168 કિલો) હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ સોનાનો આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને બંને મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની અટકાયત કરવામાં આવી છે. આ સોનાની તસ્કરી પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવી અને પછી રૂ.35 લાખ લઈ ફરાર, સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *