Ahmedabad News : નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ધરપકડ

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.

કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ વર્ષ 2022-23 દરમિયાન આરોપી હરિકેશ પ્રણવ પટેલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કર્યો હતો. આ કૌભાંડ અને ગુના સંબંધિત તપાસ હજુ ચાલી રહી છે અને કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે. સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ્યારે કોઈ આરોપી સામે ગંભીર ગુનો નોંધાય અને તપાસ ચાલુ હોય, ત્યારે તેનો અસલી પાસપોર્ટ જમા કરાવી લેવામાં આવતો હોય છે જેથી તે દેશ છોડીને ભાગી ન શકે. આ કેસમાં પણ આરોપી હરિકેશ પટેલનો પાસપોર્ટ અગાઉથી જ જમા હોવાની વિગતો સામે આવી હતી.

પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું

આરોપીએ માત્ર પાસપોર્ટ બનાવવો જ નહીં, પરંતુ તે બનાવટી પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ નકલી સરનામા તથા બનાવટી પાસપોર્ટના સહારે આરોપીએ કોઈપણ અડચણ વગર વિદેશ પ્રવાસ પણ કરી લીધો હતો. જ્યારે આ બાબતની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે જે સમયે આરોપી સામે દેશમાં મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયેલો હતો અને કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી, તે જ અરસામાં તેણે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ મુસાફરી કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *