Ahmedabad News: નારોલ સરખેજ એલિવેટેડ કોરિડોરમાં ગંભીર ખામી, એલાઈનમેન્ટ ખોરવાતાં 20 ફૂટ ઊંચો પિલર તોડ્યો

📅 Published: October 8, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના નારોલથી સરખેજ વચ્ચે રૂપિયા 1295 કરોડના ખર્ચે બની રહેલા એલિવેટેડ કોરિડોરના બાંધકામને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થવા પામ્યો છે, જેમાં બ્રિજના બાંધકામ દરમિયાન તૈયાર કરવામાં આવેલા પિલરને મશીનથી તોડવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે.જોકે,પિલર 15થી 20 ફૂટ જેટલો ઊંચો તૈયાર થઈ ગયા બાદ તેમાં ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું હોય તો બાંધકામ દરમિયાન તેની માપણી અને એલાઈનમેન્ટની ચકાસણી કેવી રીતે કરવામાં આવી હતી તે મોટો સવાલ બની રહ્યો છે. 

રેકોર્ડ મુજબ તેની કિંમત રૂપિયા 1285 કરોડ

પિલર બનાવતાં પહેલાં જ તેનું એલાઈનમેન્ટ અને ડિઝાઇન મુજબનું માપ ચકાસવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.પિલર તોડવાની કામગીરી સામે બાંધકામના આયોજન અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે કેમ એ બાબત તપાસ માંગી લે તેવી છે.નારોલ-સરખેજ હાઇવે પર ચાલી રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 10.63 કિમી છે.કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રેકોર્ડ મુજબ તેની કિંમત રૂપિયા 1285 કરોડ છે અને પૂર્ણ કરવાની લક્ષિત તારીખ 15 ફેબ્રુઆરી 2028 છે.પ્રોજેક્ટમાં હાલના 6-લેન રોડનું અપગ્રેડેશન અને સ્થળની જરૂરિયાત મુજબ એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે. 

સમગ્ર મામલો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે

પિલર તોડવાની આ ઘટનાને લઈ પ્રદેશ કોંગ્રેસના એક હોદ્દેદારે કહ્યું હતું કે,15થી 20 ફૂટ ઊંચો પિલર બની ગયો હતો અને ત્યારબાદ તેને તોડવામાં આવી રહ્યો છે. જ્યારે આટલો મોટો પિલર બની ગયો ત્યારે અધિકારીઓ શું કરતા હતા?તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે,વિકાસના નામે ચાલી રહેલી કામગીરીમાં સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે અને સમગ્ર મામલો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતો હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ગુજરાતના આ બે શહેરોમાં ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ! જાણો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *