Ahmedabad News: પત્ની સાથે મિત્રતા રાખતા યુવકને પતિ સહિત ચાર શખ્સોએ લોહીલુહાણ કરી નાંખ્યો

📅 Published: October 8, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી હિંસક ઘટના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવી છે.અહીં એક પરણિત મહિલા સાથે મિત્રતા રાખવાની અદાવત રાખીને તેના પતિ સહિત ચાર જેટલા શખ્સોએ એક યુવકના કારખાના પર અચાનક હુમલો કર્યો હતો. લાકડાના દંડા અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ આશરે અઢી મિનિટ સુધી બેરહેમીપૂર્વક યુવકને ઢોર માર માર્યો હતો.જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

દંડા સંતાડીને સીધા યાસરના કારખાને પહોંચી ગયા

ઘટનાની વિગતો મુજબ દાણીલીમડા વિસ્તારમાં રહેતા યાસર નામના યુવક સાથે એક મહિલાના પરિવારને લઈને થોડા સમય અગાઉ વિવાદ થયો હતો.આ મામલે આશરે 15 દિવસ પહેલાં જ બંને પરિવારો વચ્ચે સમાજના અગ્રણીઓ અને વડીલોની મધ્યસ્થીથી સમજાવટ થઈ હતી અને મામલો થાળે પડ્યો હોવાનું માનવામાં આવતું હતું.જોકે,મનમાં રહેલી અદાવત અને રોષ શમ્યા ન હતા.આ જૂની દાઝ રાખીને મહિલાનો પતિ મોઈન અને તેના અન્ય સાથીદારોએ એક સુઆયોજિત કાવતરાના ભાગરૂપે પોતાના કપડામાં લાકડાના દંડા સંતાડીને સીધા યાસરના કારખાને પહોંચી ગયા હતા.

જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ પણ આપી

કારખાના પર પહોંચીને આરોપીઓએ યાસર અને તેના મિત્ર યાસીનને બહાર ખેંચી કાઢ્યા હતા અને જાહેરમાં જ તેમના પર લાકડાના દંડાથી આડેધડ હુમલો શરૂ કરી દીધો હતો.આશરે અઢી મિનિટ સુધી ચાલેલા આ ખૂની ખેલમાં હુમલાખોરોએ યાસરને તેના પગ,માથા અને શરીરના અન્ય નાજુક ભાગો પર બેરહેમીથી ફટકાર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યાસર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢોળાઈ ગયો હતો અને બેભાન થઈ ગયો હતો.હુમલાખોરોએ જતા જતા યાસરને તેના ઘરે આવીને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ પણ આપી હતી.ઘટના બાદ આસપાસના લોકો એકત્ર થઈ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.જ્યારે લોહીથી લથપથ હાલતમાં પડેલા યાસરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ 

આ સમગ્ર હુમલાની ક્રૂર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને હુમલાખોરોની ઓળખ કરવામાં મોટી મદદ મળી હતી.પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોઈન અને ઈલિયાસની ધરપકડ કરી લીધી છે જ્યારે આ કેસમાં સંડોવાયેલા એક સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો એક આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બાકીના ફરાર આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે અને આ મામલે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Nana Patekar : 4 દિવસ પહેલા જ નાના પાટેકરે કહ્યું હતું, જવાનું તો બધાએ છે, હું પણ કાલે હોઉં કે ના હોઉં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *