Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો

📅 Published: November 16, 2026 | 📂 Category: Ahmedabad

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે, ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે. જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ. તેમના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. 

પભુબાના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં કોઈ સમાજ આધારિત મુખ્યમંત્રી ન હોવા જોઈએ.ભૂતકાળમાં પણ નાના સમાજના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી એ સમગ્ર ગુજરાતના હોય છે, કોઈ એક સમાજના નહીં.તેમણે પબુભા માણેકના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું કે આવા નિવેદન કરવા જોઈએ નહીં. આવા નિવેદનોથી સમાજમાં વિભાજન થાય છે. બીજી તરફ પાટીદાર આગેવાન વરુણ પટેલે પબુભાના નિવેદનને લઈને ચેલેન્જ કરતાં કહ્યું હતું કે, સત્તા અને પૈસાના જોરે તમે આવી બધી વાતો કરો છો. તમારી પાછળ પાર્ટીનું બળ છે એટલે તમે ચૂંટણી જીતો છો. આવનારા દિવસોમાં તમારામાં તાકાત હોય તો પાર્ટીથી અલગ રહીને એકલા હાથે ચૂંટણી લડી બતાવો. તમારો તમામ પાવર ઉતારી દઈશું. 

કુંવરજી બાવળિયાની ઉમેદવારીને લઈને પણ સવાલો

રાજકોટના જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ ચકડોળે ચડી છે.તાજેતરમાં વિંછિયાના અમરાપુર ખાતે કોળી સમાજનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ વિધાનસભા બેઠકને લઈને એવું નિવેદન આપ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરીથી મંત્રી બનશે.જોકે,તેમના આ નિવેદન સામે કોળી સમાજના જ આગેવાન પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં કોણ લડશે અને આગળ જતાં મંત્રી કોણ બનશે તે તમામ બાબતો માત્ર કોળી સમાજ જ નક્કી કરશે.હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું કોળી સમાજને લઈ એક નિવેદન વિવાદોમાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે જાહેરમાં કહ્યું, મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *