Ahmedabad News : પૂર્વ અગ્નિવીરો માટે સરકારી નોકરીઓના દરવાજા ખુલ્યા, CAPF સહિત વિવિધ રાજ્યોમાં અનામતની મોટી જાહેરાત!

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થતા પૂર્વ અગ્નિવીરો (Ex-Agniveers) માટે કેન્દ્ર સરકાર તેમજ દેશના વિવિધ રાજ્ય સરકારો દ્વારા નોકરીના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને અસમ રાઇફલ્સથી લઈને દેશના મુખ્ય રાજ્યોમાં પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતી, અનામત અને શારીરિક કસોટીઓમાં ખાસ છૂટછાટ આપવા માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે.

CAPF અને કેન્દ્રીય દળોમાં 50% સુધી અનામત અને કસોટીઓમાં છૂટ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને અસમ રાઇફલ્સમાં પૂર્વ અગ્નિવીરો માટે 50% સુધી અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી (PST-PET) માં વિશેષ રાહત આપવામાં આવશે અને લેખિત પરીક્ષા તેમજ વયમર્યાદામાં પણ નોંધપાત્ર છૂટછાટ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સરળતાથી કેન્દ્રીય દળોમાં પુનઃ જોડાઈ શકે.

ગુજરાત, UP, MP સહિતના રાજ્યોમાં પોલીસ અને યુનિફોર્મ સેવાઓમાં ક્વોટા

કેન્દ્ર ઉપરાંત વિવિધ રાજ્યોએ પણ અગ્નિવીરો માટે લાલ જાજમ પાથરી છે. મધ્યપ્રદેશમાં યુનિફોર્મ આધારિત નોકરીઓમાં 20% અનામત, જ્યારે મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢ (પોલીસ ભરતી) માં 10% અનામતની જોગવાઈ કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં પોલીસ અને PAC ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા અપાશે, જ્યારે ગુજરાતમાં સશસ્ત્ર પોલીસ અને SRPF માં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય હરિયાણામાં વિવિધ ભરતીઓમાં અનામતની જોગવાઈ તથા રાજસ્થાનમાં પોલીસ, જેલ તેમજ વન વિભાગમાં પૂર્વ અગ્નિવીરોને વિશેષ લાભ અને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર 43 દિવસ બાદ ઝડપાયો, SMC અને રાજસ્થાન ATS એ માસ્ટરમાઈન્ડને દબોચ્યો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *