Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં શરીર સંબંધી ગંભીર ગુનાઓ અટકાવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના આશયથી શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવને અભૂતપૂર્વ સફળતા મળી છે.પોલીસ કમિશ્નરના જાહેરનામા હેઠળ પ્રતિબંધિત એવા તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો મુક્ત કરવા માટે શરૂ કરાયેલા સમર્પણ થી સુરક્ષા અભિયાન અંતર્ગત માત્ર બે જ દિવસમાં શહેરીજનોએ સ્વૈચ્છિક રીતે 263 જેટલા તીક્ષ્ણ હથિયારો પોલીસ સમક્ષ સમર્પિત કરી દીધા છે.

સેક્ટર-2ના 22પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ડ્રાઇવ

અમદાવાદ પોલીસ દ્વારા આ વિશેષ ઝુંબેશ મુખ્યત્વે સેક્ટર-2 વિસ્તાર હેઠળ આવતા 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી.અસામાજિક તત્વો તેમજ સામાન્ય લોકો પાસે રહેતા બિનઅધિકૃત અને પ્રતિબંધિત તીક્ષ્ણ હથિયારોના કારણે નાની-મોટી તકરારમાં ગંભીર ગુના આચરવામાં આવતા હોય છે.આ પ્રકારની હિંસક ઘટનાઓ અને શરીર સંબંધી ગુનાઓને બનતા અટકાવવા માટે પોલીસે આ વિશિષ્ટ વ્યૂહરચના અપનાવી હતી.

પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અપીલ અને જનજાગૃતિ

પોલીસ ટીમોએ પોતાના સંબંધિત વિસ્તારમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને નાગરિકોને સીધો સંપર્ક કર્યો હતો.પોલીસે લોકોને સમજાવ્યું હતું કે ઘરમાં કે પોતાની પાસે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોય તેવાં છરા, તલવાર, ગુપ્તી કે અન્ય તીક્ષ્ણ હથિયારો રાખવા એ ગુનો છે.પોલીસે લોકોને વિના સંકોચે અને કોઈ પણ ડર વગર આવાં શસ્ત્રો સરન્ડર કરી દેવા હાકલ કરી હતી.પોલીસની આ સકારાત્મક અપીલની સમાજ પર ઊંડી અસર પડી હતી.પ્રથમ તબક્કામાં જ લોકોએ સ્વયં 200 જેટલાં અને ત્યારબાદ ડ્રાઇવના અંતે કુલ 263થી વધુ તીક્ષ્ણ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જઈને જમા કરાવી દીધાં હતાં.

શહેરીજનોને પોલીસની ખાસ અપીલ

આ સ્પેશિયલ ડ્રાઇવના પોઝિટિવ પરિણામો બાદ અમદાવાદ શહેર પોલીસે તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,જો હજુ પણ કોઈ વ્યક્તિ પાસે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થાય તેવાં પ્રતિબંધિત તીક્ષ્ણ કે ઘાતક હથિયારો હોય તો તેઓ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જમા કરાવી દે.નાગરિકો સામેથી હથિયાર જમા કરાવશે તો પોલીસ તેને કાયદેસર રીતે કબજે લેશે.પોલીસનું આ અભિયાન શહેરને વધુ સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: 12 લાખની સામે 25 લાખ ચૂકવ્યા છતાં પેટ ના ફરાયું, વધુ વ્યાજ માટે દબાણ કરતાં બે લોકો સામે ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *