અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ અને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક અત્યંત સરાહનીય અને સાહસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં નડિયાદ રેલવે સ્ટેશન ઉપર થયેલી ચર્ચાસ્પદ સોનાની લૂંટના ગુનાનો પોલીસ દ્વારા સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. લૂંટને અંજામ આપીને આ આરોપીઓ વિરમગામ બાયપાસ હાઈવે પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવ્યો હતો.
ફિલ્મીઢબે ચાલુ કારમાં ઘૂસીને આરોપીઓને દબોચ્યા
આ પકડાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી કમ નહોતું. વિરમગામના શ્રી પંચમુખી હનુમાન (પોપટ ચોકડી) અને નીલકી ગામ પાસેથી આરોપીઓને ઝડપવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી. ઓપરેશન દરમિયાન PI પોતે સીધા ચાલતી કારની અંદર ઘૂસી ગયા હતા અને કુશળતાપૂર્વક આરોપીઓને દબોચી લીધા હતા, જેના કારણે આરોપીઓને ભાગવાની કોઈ તક મળી નહોતી.
4 કરોડનો જંગી મુદ્દામાલ અને બે વાહનો જપ્ત
પોલીસની આ સફળ કાર્યવાહીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કુખ્યાત ગેસ પાસેથી લૂંટવામાં આવેલ સોના સહિત કુલ 4 કરોડનો જંગી મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 2 વાહનો પણ પોલીસે જપ્ત કરી લીધા છે.
આગળની કાયદેસરની તપાસ ચાલુ
પકડાયેલા તમામ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આ લૂંટના ગુનામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને આ સોનું ક્યાં ઠેકાણે પાડવાનું હતું તે અંગેની વધુ તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabadના મણિનગરમાં લંપટ શિક્ષકની કરતૂત સામે DEO લાલઘૂમ, પ્રગતિ સ્કૂલના સંચાલકોને નોટિસ
